TG Telegram Group Link
Channel: Fast News By Rikesh
Back to Bottom
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, વર્ષો જૂની અરજીઓનો થશે નિકાલ, કુલ 12 જજોને જવાબદારી
https://www.gujaratsamachar.com/news/gujarat/gujarat-high-courts-historic-decision-to-dispose-of-age-old-petitions
Gujarat High Court News | ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે હાઈકોર્ટના ઈતિહાસમાં સૌપ્રથમવાર વર્ષો જૂની પેન્ડીંગ અપીલો(આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા સામેની એકવીટલ અપીલો)ના ઝડપી અને અસરકારક નિકાલ માટે ઉનાળુ વેકેશનના ચાર સપ્તાહ માટે હાઇકોર્ટમાં વધારાની સ્પેશ્યલ કોર્ટોની રચના કરવામાં આવી છે. આ માટે સીંગલ જજ અને ખંડપીઠ મળી કુલ 12 જજોને આ વર્ષો જૂની અપીલોની સુનાવણીની ન્યાયિક કામગીરી સોંપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમવાર સ્પેશ્યલ કોર્ટોની રચના સાથે વર્ષો જૂની પડતર અપીલોના નિકાલની આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 13મેથી 17મે સુધીના ફર્સ્ટ વીક માટે જસ્ટિસ  ઈલેશ જે.વોરા અને જસ્ટિસ નિરલ આર.મહેતાની ખંડપીઠ તેમ જ સીંગલ જજમાં જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીને કામગીરી સોંપાઈ છે. તો, તા.20મેથી તા.24મે સુધીના બીજા સપ્તાહ માટે જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈ અને જસ્ટિસ હસમુખ ડી.સુથારની ખંડપીઠને તેમ જ સીંગલ જજમાં જસ્ટિસ નિશા એમ.ઠાકોરને કામગીરી સોંપાઈ છે. આ જ પ્રકારે તા. 27 મેથી 31 મે સુધીના ત્રીજા સપ્તાહ માટે જસ્ટિસ અનિરૂધ્ધા પી.માયી અને જસ્ટિસ દિવ્યેશ એ.જોષીની ખંડપીઠને તેમ જ સીંગલ જજમાં જસ્ટિસ એમ.આર.મેંગડેને અપીલોની સુનાવણી સોંપાઇ છે, જયારે 3 જૂનથી તા.7 જૂન સુધીના ચોથા સપ્તાહમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટ અને જસ્ટિસ જે.સી.દોશીની ખંડપીઠને તેમ જ સીંગલ જજમાં જસ્ટિસ એસ.વી.પિન્ટોને ન્યાયિક કામગીરી સોંપાઈ છે.આમ, કુલ 12 જજીસને ઉનાળુ વેકેશન દરમ્યાન વર્ષો જૂની પડતર અપીલોના નિકાલની કામગીરી સોંપવામાં આવી છે. અલબત્ત, સ્પેશ્યલ કોર્ટો આ કેસોની સુનાવણી સવારે 9 થી બપોરે 12 વાગ્યા દરમ્યાન હાથ ધરશે. આ તમામ જજીસ નોટીફાઈડ કરાયેલી ક્રિમીનલ અપીલો(એક્વીટલ)ની જ સુનાવણી હાથ ધરશે. સ્પેશ્યલ કોર્ટોમાં અપીલોની સુનાવણી દરમ્યાન 12 થી વધુ સરકારી વકીલની પણ સરકારપક્ષ દ્વારા વિશેષ રીતે ફાળવણી કરવામાં આવી છે, જે સરકારપક્ષનો કેસ કે રજૂઆત અપીલની સુનાવણીના તબક્કે રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં ઉનાળુ વેકેશન દરમ્યાન સિવિલ અને ક્રિમીનલ મેટરોની તાકીદની સુનાવણી હાથ ધરવા માટે બે વેકેશન જજની સવારે 9થી બપોરે 12 દરમ્યાનની કોર્ટ તો હોય છે જ પરંતુ આ સિવાય આ વધારાની સ્પેશ્યલ કોર્ટો માત્ર ક્રિમીનલ અપીલો(એક્વીટલ) નિકાલ માટે જ ઉભી કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટની આ નવી વ્યવસ્થાના કારણે વકીલો-પક્ષકારોને પણ વર્ષો જૂની અપીલોના કેસમાં સત્વરે ન્યાય મળવાની આશા બળવત્તર બની છે.
એક ઉમેદવારની સંપત્તિ ફક્ત '2' રૂપિયા, તો બીજાની 1241 કરોડ, છઠ્ઠા તબક્કામાં કોણ અમીર કોણ ગરીબ?
https://www.gujaratsamachar.com/news/national/lok-sabha-elections-2024-39-candidates-in-phase-6-polls-crorepatis
Lok Sabha Elections 2024: (https://www.gujaratsamachar.com/election-2024) છઠ્ઠા તબક્કાની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા લગભગ 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે તેમ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોમર્સ (ADR)એ જણાવ્યું છે.
ભાજપના ઉમેદવારની આવક સૌથી વધુંઉલ્લેખનીય છે કે છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડનારા ઉમેદવારો પૈકી સૌથી વધારે આવક ભાજપના કુરુક્ષેત્ર બેઠકના ઉમેદવાર નવીન જિંદાલે જાહેર કરી છે. ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરેલા એફિડેવિટ મુજબ તેમની પાસે 1241 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યારબાદ સંતૃપ્ત મિશ્રાએ 482 કરોડ રૂપિયા, સુશીલ ગુપ્તાએ 169 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે તેમ એડીઆરએ જણાવ્યું છે.કુલ 866 ઉમેદવારો પૈકી 338 ઉમેદવારો કરોડપતિછઠ્ઠા તબક્કામાં કુલ 866 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 338 એટલે કે 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે. આ કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે. બીજેડીના છમાંથી 6, રાજદના ચારમાંથી ૪, જદ(યુ)ના ચારમાંથી ૪, ભાજપના 51માંથી 48 (94 ટકા), સપાના 12માંથી 11 (92 ટકા), કોંગ્રેસના 25માંથી 20 (80 ટકા), આપના 5માંથી 4 (80 ટકા) અને એઆઈટીસીના 9માંથી 7 ઉમેદવારોએ 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. અપક્ષ ઉમેદવારે ફક્ત બે રૂપિયાની સંપત્તિ જાહેર કરી
સૌથી ઓછી સંપત્તિ રોહતકના અપક્ષ ઉમેદવાર માસ્ટર રંધિર સિંહે ફક્ત બે રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ત્યારબાદ પ્રતાપગઢના એસયુસીઆઈ (સી)ના ઉમેદવાર રામકુમાર યાદવે 1686 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 896 ઉમેદવારો પૈકી 180 ઉમેદવારો (20 ટકા) સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. જે પૈકી 141 (16 ટકા) સામે ગંભીર ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. છ ઉમેદવારો સામે હત્યા સાથે સંકળાયેલા કેસો ચાલી રહ્યાં છે.આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર
MDH અને એવરેસ્ટના મસાલાઓ પર વધુ એક દેશમાં પ્રતિબંધ મૂકાયો, બ્રિટનમાં પણ અંડર સ્કેનર
https://www.gujaratsamachar.com/news/business/nepal-bans-sale-of-everest-mdh-spices-over-safety-concerns-britain-new-zealand
Image : Freepik

MDH And Everest Masala News | સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળના ફૂડ ટેક્નોલોજી એન્ડ ક્વૉલિટી કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે. આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. પ્રતિબંધ મૂકતાં શું કહ્યું નેપાળે? નેપાળના ફૂડ ટેક્નોલોજી વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું કે એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમે બજારમાં આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે. તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ જળવાઈ રહેશે.બ્રિટન સહિત આ દેશોમાં પણ તપાસ શરૂ થવાની શક્યતા ઉલ્લેખનીય છે કે MDH અને એવરેસ્ટ દાયકાઓથી રસોઈમાં વપરાતાં મસાલાઓમાં મોટું નામ બની ગયા છે. આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. MDH અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે. બીજી બાજુ કડક પગલાં લેતા બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સી (FSA) એ કહ્યું હતું અમે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કરી રહ્યા છીએ. હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડમાં પણ તપાસનો દોર! ન્યુઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટના કાર્યવાહક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેન્ની બિશપે જણાવ્યું હતું કે ઇથિલિન ઓક્સાઇડ એક રસાયણ છે, જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. MDH અને એવરેસ્ટ મસાલા પણ ન્યુઝીલેન્ડના બજારોમાં વેચાય છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.ઇથિલિન ઓક્સાઇડ શું છે?ઇથિલિન ઓક્સાઇડ એ રંગહીન ગેસ છે. રૂમ ટેમ્પરેચરમાં રખાતા તેમાંથી એક મીઠી ગંધ આવે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI) અનુસાર, આ ગેસનો ઉપયોગ ઇથિલિન ગ્લાયકોલ (એન્ટિ-ફ્રીઝ) જેવા રસાયણો બનાવવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કાપડ, ડીટરજન્ટ, ફોમ, દવાઓ, એડહેસિવ અને સોલવન્ટ બનાવવામાં પણ થાય છે.
ભાજપના જ ધારાસભ્યોએ જ સરકારી સિસ્ટમ સામે અવાજ ઊઠાવ્યો, લેટર બોમ્બથી સરકાર ચિંતિત
https://www.gujaratsamachar.com/news/gujarat/bjp-mlas-raised-their-voice-against-the-government-system
Lok Sabha Elections 2024: (https://www.gujaratsamachar.com/election-2024) એક તરફ, ઈફકોની ચૂંટણી (IFFCO elections) બાદ સહકારી સંસ્થાઓના ભાજપના નેતા (BJP leaders)-આગેવાનોએ ભાજપ સામે અસહકાર આંદોલનના મારફતે મોરચો માંડ્યો છે જયારે બીજી તરફ, ચૂંટણી પૂરી થતાં ભાજપના જ ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો છે. ભાજપના જ ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળતાં નથી તો આમ જમનતાનું તો કોણ સાંભળતુ હશે? સાથે સાથે ભાજપના જ ધારાસભ્ય ભાજપના શાસનમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. આમ, એક પછી એક ભાજપના ધારાસભ્યો (BJP MLAs)ના લેટર બોમ્બના કારણે પ્રદેશ નેતાગીરી-સરકાર ચિતિત બની છે.
ભાજપના ધારાસભ્યોએ અધિકારીરાજ સામે વિરોધના સૂર છેડ્યાંલોકસભાની ચૂંટણી પુરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ અને અધિકારીરાજ સામે વિરોધના સૂર છેડ્યાં છે. જેમકે, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)એ પત્ર લખી સુરત કલેક્ટર કચેરીમાં આવક-જાતિના દાખલાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યોકે, ધો.12ના પરિણામ બાદ દાખલા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે ત્યારે એજન્ટો મનફાવે તેમ નાણાં પડાવી રહ્યા છે. આમ, સરકારી કચેરીઓમાં એજન્ટોએ અડિંગા જમાવ્યા છે એ વાત ભાજપના જ ધારાસભ્યએ પુરવાર કરી છે.અધિકારીઓ તો પોતાને બધાની ઉપર સમજે છે : સંજય કોરડિયાઆ તરફ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા (Sanjay Kordia)એ મુખ્યમંત્રીને પત્ર લખીને નરસિંહ મહેતા તળાવની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. સાથે સાથે તળાવના બ્યુટિફિકેશનને લઈને સવાલો ઉભા કર્યા છે. આ ઉપરાંત સંજય કોરડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાકટરની બેદરકારીને લઈને પણ આક્ષેપ કર્યા છે. એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છેકે, અધિકારીઓ તો પોતાને બધાની ઉપર સમજે છે. મહુધાના ધારાસભ્ય સંજય મહિડા (Sanjay Mahida)એ પણ પત્ર લખીને તાલુકા વિકાસ અધિકારી મનસ્વીપણે ખરીદી કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં વોટરકુલર-આરઓ પ્લાન્ટ હલકી ગુણવત્તાના ફાળવાયા છે.આમ જનતાનું કોણ સાંભળે?ભાજપના ધારાસભ્યોનું જ અધિકારીઓ નથી સાંભળતાં ત્યાં આમ જનતાનું કોણ સાંભળે? આમ, ગુજરાતમાં અધિકારીરાજથી ભાજપના ધારાસભ્યોએ નારાજ છે એટલે જ પત્રવોર જામ્યો છે. ભાજપના જ ધારાસભ્યો ભાજપના રાજમાં થતાં ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. આ પરિસ્થિતી સર્જાતાં સરકારની ચિંતા વધી છે.આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર
'ન હિન્દુ ખુશ, ન તો શીખ, મુસ્લિમોનું સમર્થન પણ ઘટ્યું...' કેનેડામાં ચૂંટણી પૂર્વેના સરવેથી ટ્રુડો ટેન્શનમાં
https://www.gujaratsamachar.com/news/international/canada-news-pm-justin-trudeau-liberal-party-hindu-and-sikh-supports-conservatives
 
India Canada news | કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાઈ શકે છે. જોકે તે પહેલાં જ જાહેર કરાયેલા એક સરવેના પરિણામથી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને લિબરલ પાર્ટીનું ટેન્શન વધી ગયું છે. એવા સંકેતો મળી રહ્યાં છે કે ટ્રુડો સરકારથી કેનેડાના હિન્દુઓ તો નાખુશ જ છે પણ શીખ સમુદાયના મોટાભાગના મતદારો પણ એવા છે જેઓ તેમને મત આપવાની તરફેણમાં નથી. મુસ્લિમો પણ ટ્રુડોને સમર્થન નથી આપી રહ્યા?
કેનેડાનાં હિન્દુ અને શીખ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપે તેવા દાવા થઇ રહ્યા છે. દરમિયાન સરવેમાં એ પણ સામે આવ્યું છે કે ટ્રુડોની પાર્ટીએ મુસ્લિમો અને યહૂદીઓનું સમર્થન પણ મોટાપાયે ગુમાવ્યું છે. ગાઝા અને ઇઝરાયલના મુદ્દાઓને સંતુલિત કરવાનો સતત પ્રયાસ કરતી ટ્રુડો સરકારના હાથમાંથી મુસ્લિમ અને યહૂદીઓનું સમર્થન પણ સરકી રહ્યું હોય તેવું લાગે છે. અહેવાલ છે કે 41 ટકા મુસ્લિમો ન્યુ ડેમોક્રેટિક પાર્ટી અથવા એનડીપીને સમર્થન આપી રહ્યા છે. જ્યારે લિબરલ્સના સમર્થનમાં આ આંકડો 31 ટકા છે. અહીં કેનેડામાં રહેતા યહૂદીઓનું પણ 42 ટકા સમર્થન છે. ખાસ વાત એ છે કે કન્ઝર્વેટિવ્સને કેનેડામાં રહેતા મુસ્લિમોનું 15 ટકા સમર્થન મળી રહ્યું છે.આંકડા શું કહે છે?એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટ (ARI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના સર્વેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્ઝર્વેટિવને 53 ટકા હિંદુઓ સમર્થન આપી રહ્યા છે. જ્યારે શીખ સમુદાય મામલે તે એક પોઇન્ટ વધુ છે. તેનાથી વિપરીત ટ્રુડોની પાર્ટી લિબરલ્સને 22 ટકા હિંદુઓ અને 21 ટકા શીખોનું જ સમર્થન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંઝર્વેટિવ્સ તરફ આ સમુદાયોનું આકર્ષણ વધતું જઇ રહ્યું છે જે ખૂબ જ  મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તેનું એક કારણ એ પણ છે કે આ સમુદાયના લોકો ગ્રેટર ટોરોન્ટો એરિયા, મેટ્રો વાનકુવર અને કેલગરીમાં એક મોટી વોટબેન્ક મનાય છે અને આગામી ચૂંટણીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.વસતી પ્રમાણે આંકડા શું કહે છે? 
સ્ટેટિસ્ટિક્સ કેનેડાના 2022ના રિપોર્ટ અનુસાર, 2021ની વસ્તી ગણતરીમાં દેશમાં 8 લાખ 30 હજાર હિંદુઓ હતા. આ કુલ વસ્તીના લગભગ 2.3 ટકા છે. ખાસ વાત એ છે કે છેલ્લા 20 વર્ષમાં આ સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે. એ જ રીતે શીખોની વસ્તી 7 લાખ 70 હજાર છે અને 20 વર્ષમાં વસ્તી બમણી થઈ ગઈ છે.
CSK vs RCB: જો વરસાદના કારણે ચેન્નઇ અને બેંગલુરુ વચ્ચેની મેચ રદ્દ થાય તો કોને મળશે પ્લેઓફમાં સ્થાન
https://gujarati.abplive.com/sports/ipl/ipl-2024-playoffs-scenario-ipl-2024-playoff-qualification-scenario-of-rcb-csk-893659

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ના પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. આ માટે ત્રણ ટીમો પહોંચી છે. હવે એક સ્થાન માટે બે ટીમો વચ્ચે સ્પર્ધા થશે.
Indian Air Force: 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી
https://gujarati.abplive.com/education/indian-air-force-jobs-indian-air-force-jobs-iaf-airmen-recruitment-2024-for-12th-passed-candidates-893673

ઇન્ડિયન એરફોર્સ એરમેન ગ્રુપ વાય મેડિકલ આસિસ્ટન્ટની ભરતી હેઠળ ફોર્મ ભરવાનું 22 મેથી શરૂ થશે
મોટી હોનારત ટળી, એર ઈન્ડિયાનું વિમાન લેન્ડ કરતાં જ ટગ ટ્રેક્ટર સાથે અથડાયું, 180 યાત્રીના જીવ બચ્યાં
https://www.gujaratsamachar.com/news/national/air-india-plane-collision-with-tug-tractor-on-pune-airport-runway
Air India Plane Collision Update: એર ઈન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના પૂણે એરપોર્ટ પર બની હતી. વિમાનમાં લગભગ 180 મુસાફરો સવાર હતા જેમના જીવ બચી જતાં એરપોર્ટના અધિકારીઓ, પાઈલટ તથા ક્રૂ મેમ્બર્સે રાહતના શ્વાસ લીધા હતા. વિમાનને નુકસાન થયું માહિતી અનુસાર મુસાફરો, પાઈલટ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે પરંતુ વિમાનને નુકસાન થયું છે. એરપોર્ટના અધિકારીએ કહ્યું કે એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ કરતાં જ રન-વે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાઈ ગયું હતું. આ ટક્કર સાથે જ જોરદાર ઝટકો લાગ્યો હતો જેનાથી હડકંપ મચી ગયો. ટ્રેનના આગળના ભાગ અને લેન્ડિંગ ગિયરવાળા ટાયરને નુકસાન થયાની માહિતી છે. 
HTML Embed Code:
2024/06/01 17:07:06
Back to Top