TG Telegram Group Link
Channel: Mission Class 3
Back to Bottom
મિત્રો આજે ગુજરાતના જિલ્લાઓની વિશેષતાઓ વિશે કેટલીક વિગતો જોઈએ.
1.સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા દર આણંદ જિલ્લામાં છે.
2.ગુજરાત માં રેકર્ડ પ્રમોલગેશનની કામગીરીમાં પ્રથમ જિલ્લો અરવલ્લી જિલ્લો છે.
3.સૌથી લાંબી આંતર રાજ્ય સરહદ ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે.
4.મહિલા સાક્ષરતા અને પુરુષ સાક્ષરતા વચ્ચે સૌથી વધુ તફાવત ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે.
5.સમગ્ર ભારતમાં ચાર દિવસનો મેઘમેળો માત્ર ભરૂચમાં ભરાય છે.
6.ગુજરાત માં સૌથી શિડ્યુલ ટ્રાઇબની સૌથી ઓછી વસતિ ભાવનગર જિલ્લામાં છે.
7.ગુજરાતની સૌથી મોટી રેલવે વસાહત દાહોદમાં આવેલ છે.
8.દેવભૂમિ દ્વારકા જિલ્લાનો શિવરાજપુર બીચ સ્કુબા ડ્રાઇવિંગ માટે જાણીતો છે.
9.ગુજરાત માં સૌથી ઓછાં ખેતરો ધરાવતો જિલ્લો ડાંગ છે.
10.દેશની પ્રથમ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગર જિલ્લામાં આવેલી છે.
@shikshapublicatiom
ભારતનો સાંસ્કૃતિક વારસો

1. કયા મહાપુરુષનો જન્મદિવસ ' ડોક્ટર દિવસ ' તરીકે ઉજવાય છે ? ડૉ. વિધાનચંદ રાય
2. ' પૃથ્વીરાજરાસો ' ના રચયિતા કોણ છે ? ચન્દબરદાઈ
3. ' આનંદમઠ ' ના રચયિતા કોણ છે ? બંકિમચંદ્ર ચેટરજી
4. કયું પુસ્તક બંગાળી દેશ ભક્તિનું બાઈબલ તરીકે ઓળખાય છે ? આનંદમઠ
5. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? જી.શંકર કુરુપ
6. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પ્રથમ હિન્દી મહિલા સાહિત્યકાર કોણ છે ? મહાદેવી વર્મા
7. દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ? દેવિકારાણી
8. ભારતીય લેખક દ્વારા લખાયેલ સૌથી મોટી નવલકથા કઈ છે ? વિલાસિની
9. અમૃતા શેરગિલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? ચિત્ર
10. સરોજિની નાયડુ કોને હિન્દુ - મુસ્લિમ એકતાના એલચી ગણાવે છે ? મૌલાના આઝાદ
@shikshapublicatiom
આજ નું કરન્ટ અફેસૅ

1. ગુજરાતનો પ્રથમ બ્લૂ ફ્લેગ બીચ - શિવરાજપુર બીચ, જિલ્લો દેવભૂમિ દ્વારકા ખુલ્લો મુકાયો.
2. ગુજરાતની ટી-20 ટીમના કેપ્ટન તરીકે અક્ષર પટેલની પસંદગી
3. 20 થી વધુ નૃત્યવિષયક પુસ્તકો લખનાર નૃત્ય - ઈતિહાસકાર સુનીલ કોઠારીનું અવસાન.
4. તામિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનાસ્વામીએ રાજ્યનો નવગઠિત 38 માં જિલ્લા - મલિયાદુથુરાઈનું ઉદ્દઘાટન કર્યું.
5. ચીને રિમોટ સેન્સિંગ ઉપગ્રહ - યાઓગન -33 લોન્ચ કર્યો.
6. દક્ષિણી દિલ્હી નગર નિગમ (SDMC)એ નજફગઢ ઝોનમાં રમકડાં બેંક ખુલ્લી મૂકી.
7. મહારાષ્ટ્રના જવાહર સ્ટ્રોબેરીને GI ટેગ એનાયત કરાઈ.
8. અભિનેતા સોનૂ સૂદે પોતાની આત્મકથા ' I AM NO MESSAIH ' લોન્ચ કરી.
9. ભારતની પ્રથમ લીથિયમ રિફાઇનરી ગુજરાતમાં સ્થપાશે. મણિકરન પાવર લિમિટેડ કંપની 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
10. કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર એસ.એલ. ધર્મગોડાએ આત્મહત્યા કરી.
11. 100મી કિસાન રેલ મહારાષ્ટ્રના સંગોલા થી પશ્ચિમ બંગાળના શાલીમારને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી રવાના કરી.
12. ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર નંબર 1 નગર પ્રશાસન બન્યું.
13. આંધ્રપ્રદેશ , ગુજરાત , પંજાબ , અને આસામ ચાર રાજ્યોમાં કોરોના વાઈરસની રસી માટે ડાઈ રન શરૂ.
14. યુ.કે. થિંક ટેંક - સેંટર ફોર ઈકોનોમિકલ એન્ડ બિઝનેસ રિસર્ચ મુજબ ભારત 2025 સુધી બ્રિટનને પાછળ પાડી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
15. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા , પૂણે દ્વારા ન્યૂમોનિયા માટે ભારતની પ્રથમ સ્વદેશી રસી - ન્યૂમોસિસ તૈયાર કરાઈ.
16. મધ્યપ્રદેશ સરકારે વર્ષ -2019 માટે હોકી ખેલાડી ઈનામ - ઉર - રહમાન ને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ , 14 ખેલાડીઓને એકલવ્ય પુરસ્કાર , 10 ખેલાડીઓને વિક્રમ પુરસ્કાર અને 3 ખેલાડીઓને વિશ્વામિત્ર પુરસ્કારની જાહેરાત કરી.
17. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પ્લેયર ઓફ ધ ડિકેડ અને બાયન મ્યુનિખને ક્લબ ઓફ ધ યર એવોર્ડ અપાયો.
18. ICC એ એવોર્ડ ઓફ ધ ડિકેડ (દશકાના) 2020 જાહેર કર્યા.

- દશકાનો સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર- વિરાટ કોહલી
- દશકાનો સર્વશ્રેષ્ઠ વન-ડે પુરુષ ક્રિકેટર - વિરાટ કોહલી
- દશકાનો સર્વશ્રેષ્ઠ T - 20 પુરુષ ક્રિકેટર - રાશિદ ખાન (અફઘાનિસ્તાન)
- દશકાનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પુરુષ ક્રિકેટર - સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
- દશકાનો સર્વશ્રેષ્ઠ પુરુષ એસોસિએટ ક્રિકેટર - કાઈલ કોએઝર (સ્કોટલેન્ડ)
- દશકાની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર - એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા)
- દશકાની સર્વશ્રેષ્ઠ વન-ડે મહિલા ક્રિકેટર - એલિસ પેરી
- દશકાની સર્વશ્રેષ્ઠ ટી - 20 મહિલા ક્રિકેટર - એલિસ પેરી
- દશકાની સર્વશ્રેષ્ઠ મહિલા એસોસિએટ ક્રિકેટર - કેથરીન બાયસ (સ્કોટલેન્ડ)
- મહેન્દ્રસિંહ ધોનીને દશકાનો ખેલભાવના પુરસ્કાર અપાયો.
- ICC નું ‌મુખ્યાલય દુબઈમાં છે , તેના અધ્યક્ષ ગ્રેગ બાકૅલે અને સીઈઓ મનુ સાહની છે.
@shikshapublicatiom
આજ નું કરન્ટ અફેસૅ

1. કેન્દ્ર સરકારે કચ્છ જિલ્લામાં જોવા મળતા હેણોતરાને લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કર્યું. દેશમાં લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના રિકવરી કાર્યક્રમ હેઠળ 22 વન્યજીવ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
2. સોમાલિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે વીરેન્દ્રકુમાર પૉલની નિમણૂક. વીરેન્દ્રકુમાર પૉલ હાલ કેન્યામાં ભારતના ઉચ્ચાયુક્ત છે.
3. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને એટર્ની જનરલ તરીકે મેરિક ગારલેન્ડની અને એસોસિએટ એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના અમેરિકી મહિલા વનિતા ગુપ્તાની નિમણૂક કરી.
4. ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રથમ ઉપમહાસચિવ તરીકે અભિષેક યાદવની નિમણૂક
5. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયે નાણાકીય વર્ષ - 2020-21 નો ભારતનો GDP દર 7.7% ઘટવાનું અનુમાન લગાવ્યું.
6. RBI એ વિનિયમિત સંસ્થાઓ પર સુપરવિઝનને બળવત્તર બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પૂર્વ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનની અધ્યક્ષતામાં 5 સદસ્યોના ' કોલેજ ઓફ સુપરવાઈઝર્સ ' નું ગઠન કર્યું.
7. ફેશન ડિઝાઈનર સત્ય પૉલનું 79 વર્ષે અવસાન
8. ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસ્ક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા ઍમ્પાયરની ભૂમિકા ભજવનારી પ્રથમ મહિલા અધિકારી બની
9. સંઘપ્રદેશ લદાખના ચિકટનમાં ખેલો ઈન્ડિયા આઈસ હોકી ટૂર્નામેન્ટનો પ્રારંભ ટૂર્નામેન્ટમાં 11 પુરુષ અને 2 મહિલા ટીમોનો સમાવેશ.
10. કેન્દ્ર સરકારે સંઘપ્રદેશ લદાખમાં સિંધુ નદી પર 144 મેગાવોટની 8 જલવિદ્યુત પરિયોજનાઓને મંજૂરી આપી
@shikshapublicatiom
📚પંચાયતી રાજ📚


1》આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
➡️ ઈ .સ 1959 થી

2》કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
➡️ બળવંત રાય મહેતા

3》પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
➡️ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4》 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
➡️ ઈ .સ 1963

5》 પંચાયત ના વડા ને શું છે?
➡️ સરપંચ

6》 ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તલાટી કમ મંત્રી

7》ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ સાત (7)

8》 ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ પંદર (15)

9》 તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ તાલુકા પ્રમુખ

10》 તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
➡️ તાલુકા વિકાસ અધિકારી

11》 તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️પંદર (15)

12》તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

13》જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
➡️ જીલ્લા પ્રમુખ

14》 જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
➡️ જીલ્લા વિકાસ અધિકારી

15》 જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
➡️ એકત્રીસ (31)

16》 જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
➡️ એકાવન (51)

17》 ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?
➡️ 15 હજારથી ઓછી

18》 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
➡️ 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19》 ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
➡️ મહાનગર પાલિકા

20》 ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ આઠ(8)

21》ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
➡️ 264

22》 મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
➡️ એક તૃતીયાંશ (1/3)

23》 નગરપાલિકાના વડાને શું કહે છે ?
➡️ નગરપાલિકા પ્રમુખ

24》 નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર

25》 મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
➡️ મેયર

26》 મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?
➡️ દર અઢી વર્ષે

27》 મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
➡️ મ્યુનીસીપલ કમિશ્નર

28》 મહા નગરપાલિકાને શું કહે છે?
➡️ મ્યુનીસીપલ કોર્પોરેશન

29》 નગરપાલિકાને શું કહે છે?
➡️ મ્યુનીસીપાલિટી

30》 મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
➡️ કોર્પોરેટર

31》 મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️એકાવન (51)

32》 મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
➡️ એકસો ઓગણત્રીસ (129)

33》 ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
➡️એકવીસ વર્ષ (21)
@shikshapublicatiom
Photo from ☺️
vanrakshak shiksha volume-1 demo copy.pdf
4.8 MB
vanrakshak shiksha volume-1 demo copy.pdf
HTML Embed Code:
2025/07/04 08:12:11
Back to Top