TG Telegram Group Link
Channel: ગુજરાતી રસધાર
Back to Bottom
🦁"સ્વાર્થ" સબંધ નો દુશ્મન છે...

જય માતાજી 🙏
#_૨૫/૦૭/૨૦૨૧
એક રચના....

આંખોએ ધમકાવ્યુ દલને કોઈના પ્રેમમાં પડીશ નહી,
વરના કદી હું કોઈ દિવસ કોઈના વિરહમાં રડીશ નહી.

કામ કરો છો કારણ વગરના ભોગવવું પડે છે અમારે,
કોઈ લલનાને પારખ્યા વિના પ્રેમના રવાડે ચડીશ નહી.

લખ્યા લલાટે લેખ વિધાતાએ કોણ મારે મેખ એમા,
ચાર દિવસનુ મળ્યું જીવતર મારું તારું તું કરીશ નહી.

માવતર તારા સાચા ઈશ છે સેવા કરીલે મનવા આજે,
એમના ચરણે ચારો ધામ છે એ વાતને તું ભૂલીશ નહી.

થાય એટલું કર ભલું તું રાંક ગરીબને સતાવીશ નહીં,
પાપતણા બાંધી પોટલાં તું ખુદનુ કફન ઘડીશ નહી.

-"મોજીલો" માસ્તર.....
ગઝલ:ભૂલી જવાની વાત ના ભૂલી શક્યા,
કવિ:હિંમતસિંહ ઝાલા

ભૂલી જવાની વાત ના ભૂલી શક્યા,
છે ખાનગી જે વાત ના બોલી શક્યા,

જુઓ પથારીવશ થઈ છે લાગણી,
આવ્યા હશે એ દ્વાર ના ખોલી શક્યા,

છે ઓળખીતા હાથમાં પથ્થર હવે,
દિલમાં થયા ઘાને ય ના ઝીલી શક્યા,

રડતા મને જોઈ એ રડશે પણ ખરા,
આસું છતાં પાછાય ના ઠેલી શક્યા,

એ દૂર મુજથી નીકળ્યા છે તો ખરા,
તોયે મિલનની આશને ના મેલી શક્યા,

હિંમતસિંહ ઝાલા
ચહેરો આજ મલકે છે ગુલાબી પરી જેમ,
હોઠ આજ ખીલે છે ગુલાબની કળી જેમ.

ખુશી આજ દિલમાં ઉભરાય છે અનહદ,
દિલ આજ ખીલે છે ફૂલોની ક્યારી જેમ.

આંખો આજ ચમકે છે ચંદ્રની ચાંદની જેમ,
વહાલ આજ વરસે છે વરસાદની હેલી જેમ.

પ્રેમ આજ છલકે છે દરિયાની ભરતી જેમ,
મુખડું "મૌલિક" આજ મલકે છે પ્યારી પરી જેમ.

@મૌલિક પટેલ
તું ખુદા છે સાબિતી આપ,
ક્યાં છે તું એ માહિતી આપ?

ક્યાં મળ્યું મનગમતું કૈ?
જિંદગી કૈ ચાહિતી આપ,

છે ઉંચો દરજ્જો આપનો,
જિંદગી કૈ શોભીતિ આપ,

એકલતા પણ કેટલી છે?
કોઈ મનની માનીતી આપ,

યાદ ક્યાં રાખું હું બધુંયે?
રાહ કોઈ જાણીતી આપ,

હિંમતસિંહ ઝાલા
નશો ચડે..👇👇👇👇👇👇

નશો ચડે મહોબ્બતનો એવું જામ આપો,
કાં માથું ઉતરે વિરહનુ એવું બામ આપો.

વરસાદ પણ રોજ હાથતાળી આપે છે યાર,
મળવા આવે સરસ પ્રેમિકાનું નામ આપો.

ઘાયલો ફરે છે અહીં ઠેર ઠેર ગજબના યાર,
ઝખમ ભરે દર્દનો એવું કોઈ મને ઠામ આપો.

કેટલી નફરતો ઘર કરી ગઈ છે મુજ હૈયામાં,
ઉપજે વળતર દુર્ગુણોનું એવા મને દામ આપો.

ક્યાં સુધી જીવવું આ મતલબી દુનિયામાં,
મળાય મોતને એવું ખુદા મને ધામ આપો.

-"મોજીલો" માસ્તર............
પ્રેમના રંગે ફરી રંગાયુ મન..😀🤣

છત્રી ઓઢીને જ્યારે નીકળે સાજણ,
પછી તો તુ ગજબની નીખરે સાજણ.

આમ તો તું લાગે છે ભલી ને ભોળી,
થાય મુજથી ભૂલ તો વિફરે સાજણ.

કાયા તારી કંચનવર્ણી રુપ સંગેમરમરનુ,
નશીલા નેણોથી પ્રેમને ચીતરે સાજણ.

પસાર થાય જે રસ્તે ફૂલ સૈયા પથરાય,
સુગંધી અત્તર જીસ્મેથી નિતરે સાજણ.

ચૂપકે ચૂપકેથી તારું જોવું ગજબનું,
મૌન છતા કાળજે મને કોતરે સાજણ.

-"મોજીલો" માસ્તર....
તારી ખુશ્બુ દિલમાં બહું ઝીલાય છે,
સપના ભરીને આંખમાં જીવાય છે,

મજબૂરી કોઈ તો હશે નહીંતર કદી,
શું જિંદગીમાં ઝેર કૈ પીવાય છે?

ફરતાં હતા અમે ક્યાંક તો સંગાથમાં,
ને સ્મરણોમાં દિલ સદા ખોવાય છે,

સપના બધા મારા રિસાઈ તો ગયા,
ક્યાં આંસુભીની આંખથી જોવાય છે?

કિસ્સા જુના છે એ મહોબતના ઘણા,
બદનામીના એ દાગ ક્યાં ધોવાય છે?

હિંમતસિંહ ઝાલા
કેટલી થાય પીડા....

કેટલી થાય છે પીડા કોઈ શુ જાણે?
મોજમાં રહી જિંદગીને જે માણે.

મિત્ર છે મારો જીગરી કેમ સમજવું?
પરખાય એ કામ આવે ખરે ટાણે.

સ્વાર્થ ખાતર કરે તું ખોટે ખોટા કામો,
મોતને નહી રોકી શકે અઢળક નાણે.

નથી કર્યા કદી જીવનમાં સારા કરમ,
પછી બચવાને કાં તું તણખલું તાણે?

શુ લાવ્યો'તો સાથે શું લેતો જવાનો?
તારું મારું કરવાનું છોડી દે ને અટાણે.

-"મોજીલો" માસ્તર...
આમ રિસામણા ક્યાં સુધી ચાલશે?
હૈયામાં તાપણા ક્યાં સુધી ચાલશે?,

મૌન અકળાવીને જાય છે આપનું,
ને કિટ્ટા આપણા ક્યાં સુધી ચાલશે?

દર્દને પાંપણે ના ઝુલાવો કોઇ'દી
શોકના પારણાં ક્યાં સુધી ચાલશે?

દે ખુશીની મને ક્ષણ ખુદા કૈ હવે,
દર્દના રોદણાં ક્યાં સુધી ચાલશે?

ફૂલ ખીલ્યા પછી તો ખરે છે જરૂર,
રૂપ સોહામણાં ક્યાં સુધી ચાલશે?

હિંમતસિંહ ઝાલા
માણસ બહારથી.....👇👇👇👇👇👇

માણસ બહારથી સારો,અંદર ખારો લાગે છે,
તોય બધાને આજ એ ઘણો પ્યારો લાગે છે.

ઘરનાં જ ઘર ભંગાવે ક્યાં કોઈ જાણે છે?
તોય સમાજમાં સૌને ઘણો દુલારો લાગે છે.

કરે કતી કોઈનું સારું તો વાહ વાહ થઈ જાય,
દંભી, લોભી તોય એ બધાને ન્યારો લાગે છે.

મણ ખાઈને મની પાટ બેસે એવો છે પાછો એ,
કામ કફરના તોય હંધાયને એ પ્યારો લાગે છે.

તનથી ઉજળો પણ એ મનથી ઘણો મેલો છે,
ભીતરથી જાણો તો કિચડ ને ગારો લાગે છે.

-"મોજીલો" માસ્તર
નશામાં હું ચકચૂર લાગું બધાને,
ને ગમમાં હું મજબૂર લાગું બધાને.

લખું દર્દ જ્યાં કૈ હું મારી ગઝલમાં,
પીડાથી હું ભરપૂર લાગું બધાને.

નજરથી નજર ના મિલાવી જરાતો,
ચહેરાથી મગરૂર લાગું બધાને.

લઈ દર્દનો ભાર હું નીકળ્યો છું,
જમાનામાં મજદૂર લાગું બધાને.

પ્રણયમાં તૂટેલું હૃદય લૈ ફરું છું,
જમાનામાં મશહૂર લાગું બધાને.

હિંમતસિંહ ઝાલા
જિંદગીના પાઠ ભણવાના હજી બાકી રહ્યા,
ભોગવ્યા'તા ઠાઠ ગણવાના હજી બાકી રહ્યા,

કેમ લાગે છે દરદનું કોઇ ભારણ એ કહું,
તોલવાના બાટ મળવાના હજી બાકી રહ્યા,

ઝેર સઘળા એ પચાવી તો ગયો છું ને છતાં,
કોઈ કડવા ઘૂંટ ગળવાના હજી બાકી રહ્યા,

સૂર્ય આથમણે ગયો છેને છતાંયે આમ તો,
કાફલાના ઊંટ વળવાના હજી બાકી રહ્યા,

ચિત્ર સર્જાશે પ્રણયનું સૃષ્ટિમાં સુંદર ઘણું,
રંગના એ છાંટ ભળવાના હજી બાકી રહ્યા.

હિંમતસિંહ ઝાલા
ભીખ માગીને પેટ ભરે એને ભિખારી કહેવાય,
પણ ભીખ માગી બીજાના ઉદર ભરે તેને સંત કહેવાય.

મહેસાણાના ગોદડીવાળાબાપુ ઉર્ફે ખીમજીભાઈ. પોતાનું સમગ્ર જીવન ભીખ માગી મળેલા દાનનો ઉપયોગ ગરીબ દીકરીઓ પાછળ વાપરતા. આવા મહાન વિભૂતિને મારા શત્ શત્ વંદન....

ભિખારી નહીં પણ ભગવાન તમે બાપુ,
ગરીબ બાળકોના તારણહાર તમે બાપુ.

કોણે કહ્યું કે ભગવાન વસુંધરા પર નથી,
અનોખા ને ઓલિયા માણસ તમે બાપુ.

હતું બધું ક્યાં રાખ્યું તમે તમારી પાસે,
દાન કર્યું બધુ ગરીબ દીકરીઓને તમે બાપુ.

દાનેશ્વરીનુ કામ ખેરાત વહેંચવી એ ચોપડે,
કરી દાન સાચું ઠેરવ્યું એને આજે તમે બાપુ.

એક છે બેલી સવાણી ને બીજા હતા તમે,
ભૂલ્યા નહીં ભૂલાવ કદીય ક્યારેય તમે બાપુ.

-"મોજીલો" માસ્તર....
ઈચ્છા છે તને પામવાની મને,
ઈચ્છા છે દરદ ડામવાની મને

ભલેને તું વેરાન રણસમ રહી,
ઈચ્છા છે સુમન ખીલવાની મને,

તરસ છે, વરસ તું હવે બેધડક,
ઈચ્છા છે બુંદો ઝીલવાની મને,

ઇંતજારમાં બેસું હું ક્યાં સુધી?
ઈચ્છા છે ઘણી આવવાની મને,

ઉદાસી ચહેરે ન ગમતી મને,
ઈચ્છા છે ખુશી લાવવાની મને,

હિંમતસિંહ ઝાલા
વ્યથા એક ગુરુની............

ક્યાં સુધી તમે અમારા નામે રોટલા રળશો,
તમે પણ ક્યારેક નફરતોની આગમાં બળશો.

તમે જે પણ છો તે એક ગુરુના પ્રતાપે તો છો,
ક્યાં લગી એની લાગણીઓને રોજ છળશો?

કામ આપવાની ના નથી પણ થોડા માપમા,
એનેય પરીવાર છે ક્યાં લગી એને ઘમરોળશો?

પેસવાનો સમય ક્યાં પૂરતો આપ્યો કદી વર્ગમા,
ગુણોત્સવના ગુણથી ક્યાં સુધી અમને તોળશો?

ગુરુ,સૈનિક,ખેડૂ છે સમાજના સાચા ઉદ્ધારકો ,
એને સન્માન આપી બથથી બથ ક્યારે મળશો?

-"મોજીલો" માસ્તર .......
તું મને મળે......

સાંજ હોય, એકાંત હોય હું પોકારુંને ત્યાં તું મને મળે,
મારા હૈયાના ભાવને હું શણગારુંને ત્યાં તું મને મળે.

તારો હાથ હોય મારા હાથમાંને થાય વાતો લાંબી,
તારી કલ્પનામાં ગુમ થઈ વિચારુંને ત્યાં તું મને મળે.

મારી હસ્તરેખાઓમાં હું બસ તારા પ્રેમની રેખા શોધું,
લખું હું જ્યારે પ્રેમથી નામ તારુંને ત્યાં તું મને મળે.

શબ્દો જ્યાં કેદ હોય ને મૌનને મળી જતી આઝાદી,
એકલતામાં તારી છબી નિહારુંને ત્યાં તું મને મળે.

વેદનાભરી જીંદગીમાં સ્મિતની પરિભાષા બનીને આવે,
લઈ બેઠો હોઉં દર્દનું અંધારુંને "દીપ" ત્યાં તું મને મળે.

દિપીકાપટેલ @દીપ
નવસારી....
દિલમાં અવાજ થાય છે,
શુ તને એ સંભળાય છે?

વહાલમાં તારા થયો પાગલ,
શુ તને એ અનુભવાય છે?

નયનો મારા છલકાય છે,
શુ તને એ દેખાય છે?

શ્વાસ મારા રૂંધાય છે,
શુ તને એ કળાય છે?

લાગણીમાં મૌલિક ડૂબાય છે,
શુ તને એ સમજાય છે?

@મૌલિક પટેલ
🦁સાહસ વિના સમજદારી કોઈ કામની નથી...

જય માતાજી 🙏
#_૦૮/૦૮/૨૦૨૧
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

– ગની દહીંવાલા
HTML Embed Code:
2024/05/10 15:05:31
Back to Top